વિશ્વમાં વર્ષ 2022માં લશ્કરી ખર્ચ તેની સર્વોચ્ચ ટોચે પહોંચી ગયો
Live TV
-
વિશ્વમાં વર્ષ 2022માં લશ્કરી ખર્ચ તેની સર્વોચ્ચ ટોચે પહોંચી ગયો છે. સ્ટોકહોમની એક ખાનગી સંસ્થા સિપ્રી તાજેતરના અહેવાલ અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલાને કારણે સમગ્ર યુરોપમાં સેના પરનો ખર્ચ ઘણો વધી ગયો છે. સિપ્રીએ જણાવ્યું કે વર્ષ 2022માં દુનિયામાં સેના પર 2.24 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત આઠમું વર્ષ છે જ્યારે સમગ્ર વિશ્વમાં સૈન્ય ખર્ચમાં વધારો થયો છે. યુરોપમાં, તે વધીને 13 ટકા થયો છે, જે ઓછામાં ઓછા 30 વર્ષમાં સૌથી ઝડપી છે. તે જ સમયે, ચીન સાથેના તણાવ વચ્ચે, ભારતે પણ વર્ષ 2022 માં તેના સૈન્ય ખર્ચમાં 6 ટકાનો વધારો કર્યો છે.
