વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હિંસામાં 11 લોકોના મોત, પરિણામમાં કૌભાંડ થયું હોવાનો આરોપ
Live TV
-
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદિત પરિણામ પછી રાજધાની કરાકસમાં હિંસા ફાટી નિકળી છે. જેમા 11થી વધુ લોકોના મોત થયાના સમચાર પ્રાપ્ત થ.યા છે. નવનિયુક્ત રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીતમાં કૌભાંડના આક્ષેપ સાથે તેમની વિરુદ્ધ દેશમાં ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન ચાલી રહ્યું છે. માદુરોના વિરોધ હજારો લોકો શહેરના કેન્દ્રમાં એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ જ્યાં સુધી નવી સરકાર નહીં બને ત્યાં સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી છે
વેનેઝુએલાની પોલીસ અને સૈન્ય અત્યારસુધી માદુરો પ્રત્યે વફાદાર રહી છે અને કેટલાક વિરોધીઓ પર ટીયર ગેસ અને રબરની ગોળીઓ ચલાવી છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે લગભગ 750 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે, વેનેઝુએલાના સંરક્ષણ મંત્રી જનરલ વ્લાદિમીર પેડ્રિનોએ વિરોધને બળવો ગણાવ્યો હતો.
વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાડોએ વિરોધને શાંતિપૂર્ણ બનાવવા હાકલ કરી હતી. તેણીએ કહ્યું કે તેમની પાર્ટીના ઉમેદવારોએ 70 ટકા મતો જીત્યા છે. તેમણે ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો
