વૈશ્વિક જાગૃતિ વધારવા વિશ્વમાં વર્લ્ડ વેટલેન્ડ્સ દિવસની આજે થઈ રહેલી ઉજવણી
Live TV
-
2જી ફેબ્રુઆરીએ વિશ્વમાં વર્લ્ડ વેટલેન્ડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા ગ્રહ માટે વેટલેન્ડ્સની મહત્વની ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ વધારવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે, વર્ષ 1971માં ઇરાનમાં શહેર રામસરમાં કૈસ્પિયન સાગરના તટ પર વેટલેન્ડ્સ પરનું સંમેલન અપનાવવામાં આવ્યું હતુ. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ પ્રથમવાર 2 ફેબ્રુઆરી 1997માં રામસર સંમેલનના 16 વર્ષ પૂર્ણ થવા પર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે વિશ્વ વેટલેન્ડ્સ દિવસની થીમ વેટ લેન્ડ્સ અને જળ છે. જે અંતર્ગત વેટલેન્ડ્સને જળના સ્ત્રોતના રૂપના મહત્વ પર ભાર આપવાનો છે. સાથે જળ સંચયને પ્રોત્સાહિત કરવા અને જળને નુકસાન થતું રોકવાનો છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે સંયુક્ત રાષ્ટ્ર આ દશકને સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના દાયકા તરીકે ઉજવવામાં આવે છે.
