મ્યાનમારની સેનાએ બળવો કરી સત્તા કબજે કરી, દેશમાં એક વર્ષ માટે ઈમરજન્સી લાગુ
Live TV
-
એક વર્ષ માટે કટોકટી લાદી દેવામાં આવી.
મ્યાનમારની સેનાએ બળવો કરીને દેશની કમાન પોતાની હાથમાં લઇ લીધી છે. સેનાએ મ્યાનમારના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિંટ સહિત અનેક નેતાઓની અટકાયત કર્યા બાદ એક વર્ષ માટે કટોકટી લાદી દીધી છે. મ્યાનમારમાં સેના અને સરકાર વચ્ચે નવેમ્બરમાં થયેલી ચૂંટણીના પરિણામને લઇને છેલ્લા ઘણા સમયથી તણાવભરી સ્થિતિ હતી.
ચૂંટણીમાં સૂ ચીની પાર્ટી એનએલડી એ મોટા અંતરથી જીત હાંસલ કરી હતી. પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીમાં છેતરપિંડી થઇ છે. મ્યાનમારની શક્તિશાળી સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની ચારેય તરફ ટીકા થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ભારતે મ્યાનમારની આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.
