PM મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી
Live TV
-
ઇઝરાયેલી દૂતાવાસ પાસે થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી હતી. 29 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસ પાસે થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભારતના મિત્ર દેશ ઇઝરાયેલને ખાતરી આપી છે કે તેઓના રાજદ્વારીઓ અને નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂને જણાવ્યું કે આંતકી હુમલામાં દોષિતોને સજા અપાવવા ભારત પુરી તાકાત લગાવશે.
મહત્વનું છે કે આતંકી વિસ્ફોટને લઇને હાલ કોઇ શંકાસ્પદની ઓળખ થઇ શકી નથી. તપાસ એજન્સીઓ દરેક પ્રકારે આરોપીઓને શોધવા કવાયત કરી રહી છે. દિલ્હી પોલીસે ઇઝરાયેલી દુતાવાસ પાસે જે સ્થળ પર વિસ્ફોટ થયો તેને સફેદ રંગના તંબૂથી ઢાંકી દેવામાં આવ્યો છે. એનએસએ અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલી ખાતરી બંને દેશો વચ્ચે સબંધો મજબૂત હોવાનુ જણાવી રહ્યા છે.
