શ્રીલંકન વિદેશમંત્રી ત્રણ દિવસની ભારતીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચ્યા
Live TV
-
શ્રીલંકન વિદેશમંત્રી ત્રણ દિવસની ભારતીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચ્યા છે. ભારત પ્રવાસ પર આવેલ શ્રીલંકન વિદેશમંત્રી પ્રોફેસર જી. એલ. બેરીસ આજે ભારતીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર સાથે મુલાકાત કરશે. સાથે તેમના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંખલા સાથે પણ મુલાકાત કાર્યક્રમ કરશે. તેઓ શ્રીલંકાના નેતૃત્વ અને દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા કરશે. બંને દેશોના પરસ્પર હિતનાં બધા જ ક્ષેત્રોમાં ઘનિષ્ઠ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટેની પ્રાથમિકતા દર્શાવે છે.
