કોકિલ કંઠી લતા મંગેશકરના નિધન પર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો શોક
Live TV
-
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હામીદે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ હામિદે પોતાના સંદેશમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વડા પ્રધાન શેખ હસીનાએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ હંમેશા તેમના ગીતો દ્વારા પ્રદેશના લોકોના હૃદયમાં જીવશે. તેમણે કહ્યું કે, તેમના મૃત્યુથી આ ખંડમાં સંગીતની દુનિયા શૂન્ય પર આવી ગઈ છે.
