શ્રીલંકાઃ PM મહિન્દા રાજપક્ષેએ જવાબદાર વહિવટી તંત્ર બનાવવા સંવિધાનમાં સુધારો કરવાનો પ્રસ્તાવ કર્યો
Live TV
-
શ્રીલંકામાં બગડેલી અર્થવ્યવસ્થા મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ દેશમાં એક જવાબદાર વહિવટી તંત્ર બનાવવા સંવિધાનમાં સુધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. શ્રીલંકામાં છેલ્લા પખવાડિયાથી બગડેલી આર્થિક સ્થિતિથી અને ડીઝલની અછતના પગલે બસ અને ટ્રેન વ્યવહાર થોભી ગયો છે. અહીં દવાઓનો જથ્થો પણ સમાપ્ત થઇ ગયો છે. તેમજ વીજ સંકટ પણ ઉભુ થયું છે. શ્રીલંકામાં વર્ષ 2015 બાદ, મોંધવારી રેકોર્ડ ઉચ્ચસ્તરે પહોચી ગઇ છે. આ સ્થિતિમાં ખેડૂતો વીજળી સંચાલીત મશીનો ચલાવી શકતા નથી અને ઇંઘણની અછતના કારણે પોતાનો પાક બજારમાં લાવી શકતા નથી.
