યુક્રેનમાં રશિયાએ હુમલા વધાર્યા, મારિયુપોલમાં સ્થિતિ મુશ્કેલ બનીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી
Live TV
-
દોઢ મહિનાથી પણ વધુ સમયથી યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા થઈ રહેલા સતત હુમલા મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ મંગળવારે કહ્યું કે, મારિયુપોલમાં સ્થિતિ મુશ્કેલ બની છે. જેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, રશિયા માનવીય સહાયતા માટે વ્યવસ્થિત કરેલ કોરિડોરમાં અવરોધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ રશિયાએ યુક્રેનના સૈનિકોને આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે આત્મસમર્પણ કરવાની સમય મર્યાદાને લંબાવી છે. જો કે યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. દરમિયાન મંગળવારે રશિયાએ પૂર્વીય યુક્રેનમાં હુમલા વધુ ઘાતક બનાવ્યાં છે અને એક સરહદી શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ડોનબાસ્કના 13 સ્થળો ઉપર હવાઇ હુમલા વધારવામાં આવ્યા છે. જ્યારે અન્ય હવાઇ હુમલામાં 60 સૈન્ય સંપત્તિનો નાશ કરાયો છે. દરમિયાન અમેરિકા અને તેના સહયોગીઓ મોસ્કો પર વધુ પ્રતિબંધ લગાવવા સંમત થયા છે. યુક્રેનમાં હુમલા ઘાતક થવાની સાથે આર્થિક પ્રતિબંધ વધારાયા છે.
