શ્રીલંકાએ કોવિડ-19 વિરૂદ્ધની જંગ માટે દવા મોકલવા બદલ PM મોદીનો માન્યો આભાર
Live TV
-
શ્રીલંકા સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે કે તેઓ કોવિડ -19 રોગચાળાના ઉપચારમાં મદદરુપ જરૂરી દવાઓ મોકલી રહ્યા છે. શ્રીલંકાના વિદેશ પ્રધાન દિનેશ ગુણવર્ધને જણાવ્યું હતું કે તેમની સરકારે ખાસ વિમાન દ્વારા આ દવાઓ અને સંબંધિત સામગ્રી મોકલવા બદલ વડા પ્રધાન મોદી અને ભારત સરકારનો આભાર માન્યો છે.
શ્રીલંકા અને માલદીવ એવા 13 દેશોમાં શામેલ છે કે જેને ભારત સરકારે હાઇડ્રોક્લોરોક્વિન ગોળીઓ મોકલવાની મંજૂરી આપી છે. હવે પછીના માલસામાનમાં 10 લાખ ગોળીઓ શ્રીલંકાને અને બે લાખ ગોળીઓ માલદિવને આપવામાં આવશે.
