શ્રીલંકાએ કોવિડ -19 સામે લડવા સહાયક દવાઓ મોકલવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
Live TV
-
શ્રીલંકા સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે કે તેઓ કોવિડ -19 રોગચાળાના ઉપચારમાં મદદરુપ જરૂરી દવાઓ મોકલી રહ્યા છે.
શ્રીલંકાના વિદેશ પ્રધાન દિનેશ ગુણવર્દનેએ કહ્યું કે તેમની સરકારે ખાસ વિમાન દ્વારા આ દવાઓ અને સંબંધિત સામગ્રી મોકલવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો છે. શ્રીલંકા અને માલદીવ એવા 13 દેશોમાં શામેલ છે કે જેને ભારત સરકારે હાઇડ્રોક્લોરોક્વિન ગોળીઓ મોકલવાની મંજૂરી આપી છે. હવે પછીના માલસામાનમાં 10 લાખ ગોળીઓ શ્રીલંકાને અને બે લાખ ગોળીઓ માલદિવને આપવામાં આવશે. માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે પણ આ સંદર્ભે ભારત સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જરૂરિયાતની સ્થિતિમાં, ઉપયોગી સાથી મિત્ર જ સાચા મિત્ર છે. ભારતે અગાઉ માલદીવમાં જરૂરી દવાઓ અને તબીબી ટીમો મોકલી હતી જેણે કોવિડ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી હતી.
