શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં SLPPના ઉમેદવાર રાજપક્ષે મેળવી જીત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
Live TV
-
શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોલંબોઃ શ્રીલંકા પોડુજાના પેરમુના (એસએલપીપી)ના ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. તેમને 53-54 ટકા મત મળ્યા છે. જ્યારે ન્યૂ ડેમોક્રેટિક ફંટના ઉમેદવાર સાજિત પ્રેમદાસા બીજા સ્થાન પર રહ્યા હતા. નોંધનીય છે કે શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયુ હતું. શ્રીલંકામાં કુલ 25 જિલ્લા છે જે નવ પ્રાન્તમાં છે. શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે લગભગ 1.6 કરોડ મતદાતાઓમાંથી લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસએલપીપીના ઉમેદવાદ ગોતાબેયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કરવા બદલ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
