શ્રીલંકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 17થી 21 જૂન સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરશે
Live TV
-
કોલંબો બંદર પર પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીલંકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગ 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 17થી 21 જૂન સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરશે. કોલંબોમાં આવેલ સ્વતંત્રતા ચોક પર વિશાળ સાર્વજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અવસરે કોલંબો બંદર પર પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં પણ યોગ ઉત્સાહીઓ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરશે. આ વૈશ્વિક કાર્યક્રમ અંતર્ગત વૈશ્વિક સ્તરે બંદરો પર યોગ કરીને એક ‘ગ્લોબલ ઓશિયન રિંગ’ બનાવવામાં આવશે. દુનિયાભરના લોકો વચ્ચે કલ્યાણની ભાવના અને એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના સાથે આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સહયોગ અને સદભાવની લાગણીને પ્રોત્સાહન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2014માં એક પ્રસ્તાવ પસાર કરીને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવાની ઘોષણા કરી હતી.
