મ્યાનમારે જૂન અંત સુધી રૂપિયા-ક્યાત વેપાર કરારને લઇ આશા વ્યક્ત કરી
Live TV
-
આ સુવિધા શરૂ થવાથી બંને દેશો વચ્ચેના વેપારમાં વૃદ્ધિ થશે.
મ્યાનમારના વાણિજ્યમંત્રી યૂ આંગ નાઈંગ વૂએ આશા વ્યક્ત કરી છે કે, આ મહિનાના અંત સુધીમાં ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયા-ક્યાતમાં વેપારની વ્યવસ્થા શરૂ થશે. મ્યાનમારના વાણિજ્યમંત્રી યૂ આંગ નાઈંગ વૂએ કોલકત્તામાં EEPC ઈન્ડિયા કાર્યક્રમમાં આ અંગે નિવેદન આપ્યું છે કે, આ સુવિધા શરૂ થવાથી બંને દેશો વચ્ચેના વેપારમાં વૃદ્ધિ થશે. અમેરિકી પ્રતિબંધોને કારણે મ્યાનમાર પાસે પૂરતી માત્રામાં વિદેશી ચલણ ઉપલબ્ધ નથી, જેથી વેપારી ભાગીદારો પાસેથી સામગ્રીઓની આયાત કરી શકાશે. વર્ષ 2021થી મ્યાનમારે અમેરિકાએ લગાવેલ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે અન્ય દેશો સાથે ડોલરમાં ચૂકવણી કરવામાં તકલીફ પડી રહી છે. આ વિશેષ વ્યવસ્થા અંતર્ગત મ્યાનમાર ભારત માટે તમામ નિકાસને બદલે રૂપિયાનો સ્વીકાર કરશે અને આયાત માટે રૂપિયાનો ઉપયોગ કરશે.
