Skip to main content
Settings Settings for Dark

નાઈજીરિયા: લગ્ન સમારોહમાંથી પરત ફરતી બોટ ડૂબી જતા 100ના મોત, અન્ય લોકોની શોધખોળ ચાલુ

Live TV

X
  • ઉત્તરી નાઈજીરિયામાં નાઈજર નદીમાં મંગળવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.

    ઉત્તરી નાઈજીરિયામાં નાઈજર નદીમાં મંગળવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. નાઈજર નદીમાં બોટ ડૂબી જવાને કારણે 100 લોકોના મૃત્યુ થયા છે. પોલીસ અને સ્થાનિકોએ આ બાબતે જાણકારી આપી છે કે, બોટ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહી હતી. નાઈજર રાજ્યમાં ઈગબોતી ગામમાંથી લોકો પરત આવી રહ્યા હતા. નાઈજર રાજ્યની બાજુમાં આવેલ ક્વારા રાજ્યમાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં લાપતા થયેલ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. નાઈજર નદી નાઈજિરિયાની સૌથી મોટી નદીઓમાંથી એક છે., જે પશ્ચિમ આફ્રિકાની મુખ્ય નદી ગિનીથી થઈને નાઈજિરિયાના નાઈજર ડેલ્ટા સુધી જાય છે, જે વેપાર માટે મુખ્ય માર્ગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply