UN મહાસચિવે AI સંબંધિત એક્ટિવિટી પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય સંગઠન સ્થાપિત કરવાનું સમર્થન કર્યું
Live TV
-
કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ ખોટી સૂચના અને નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (AI) એટલે કે, કૃત્રિમ બુદ્ધિમતા સાથે સંબંધિત એક્ટિવિટી પર નજર રાખવા માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠન સ્થાપિત કરવાનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે ચેતવણી આપી છે કે, કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ ખોટી સૂચના અને નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિકનો ઉપયોગ સારા કામો માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેનાથી લોકતંત્ર અને માનવ અધિકારો માટે જોખમ પણ ઊભું થઈ ગયું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ એવા ફોટોઝ અને વિડીયો બનાવી શકે છે, જે લોકોની નકલ હોઈ શકે છે. ખોટી સૂચના અને અસલી લાગતી વસ્તુઓનું નિર્માણ કરવાની ક્ષમતા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની નિયમિત સમીક્ષા, માનવ અધિકારોની રક્ષા અને લોકોની ભલાઈ માટે આ વર્ષના અંત સુધીમાં એક ઉચ્ચ સ્તરીય સલાહકાર સમિતિ બનાવવા માટેની યોજનાની જાહેરાત કરી છે. આ બાબતે બ્રિટનમાં એક શિખર સંમેલનનું આયોજન કરવાની યોજનાનું સમર્થન પણ કર્યું છે.
