ગ્રીસના દરિયાકાંઠે એક બોટ પલટાઈ જતાં 79 લોકોના મોત
Live TV
-
ગ્રીસના દરિયાકાંઠે એક બોટ પલટાઈ જતાં મોટો અકસ્માત થયો છે જેમાં 79 લોકોના મોત થયા છે.
ગ્રીસના દરિયાકાંઠે એક બોટ પલટાઈ જતાં મોટો અકસ્માત થયો છે જેમાં 79 લોકોના મોત થયા છે. આ બોટમાં ઘણા બધા પરપ્રાંતીય મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરુ કરીને કુલ 104 લોકોને બચાવી લીધા હતા. બચાવાયેલા લોકોને કલામાતા શહેરમાં લઈ જવામાં આવ્યા છે. આ બોટ ઓવરલોડ થઈ જવાના કારણે પલટાઈ ગઈ હોવાનું જણાવાયું છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 104 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 30 ઈજિપ્તના, 10 પાકિસ્તાનના, 35 સીરિયાના અને 2 લોકો પેલેસ્ટાઈનના છે. ગ્રીક કોસ્ટ ગાર્ડે કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે બોટમાં કેટલા મુસાફરો સવાર હતા અને કેટલા લોકો ગુમ છે. મળતા અહેવાલ મુજબ ઇટાલી જઈ રહેલી આ બોટ પૂર્વી લિબિયાના ટોબ્રુક વિસ્તારમાંથી નીકળી હતી.
