Skip to main content
Settings Settings for Dark

સંપૂર્ણ રસીકરણ થયેલ વિદેશી યાત્રિકોને અમેરિકા 8 નવેમ્બરથી ટ્રાવેલ નિયમોમાં છૂટછાટ આપશે

Live TV

X
  • કેનેડા અથવા મેક્સિકોથી અમેરિકા આવનાર જે યાત્રિકોએ કોવિડ-19ની રસી લીધેલ નહીં હોય તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

    અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે ઘોષણા કરી છે, કે જે લોકોનું સંપૂર્ણ રસીકરણ થયેલું હશે, તે વિદેશી નાગરિકોને 8 નવેમ્બરથી પ્રવેશ આપવામાં આવશે. 8 નવેમ્બરથી ભારત, બ્રિટન, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલની સાથે સાથે યૂરોપના 27 શેનેગન દેશોમાંથી હવાઈમાર્ગે આવતા યાત્રિકો કે જેમનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું હશે તેમને પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવશે. અમેરિકાના આરોગ્ય અધિકારીઓએ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે, કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જે રસીને માન્યતા આપી છે, તે વેક્સીન લીધેલ વ્યક્તિઓને અમેરિકામાં પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવશે. કેનેડા અથવા મેક્સિકોથી અમેરિકા આવનાર જે યાત્રિકોએ કોવિડ-19ની રસી લીધેલ નહીં હોય તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં. કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે માર્ચ 2020થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply