Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય શિખર સંમેલનનું PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ઉદઘાટન

Live TV

X
  • 22 ફેબ્રુઆરી સુધી ચાલશે આ શિખર સંમેલન

    સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતિઓની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું  આવતીકાલથી 22 ફેબ્રુઆરી દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શિખર સંમેલન યોજાનાર છે. સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના આ યુ.એન. શિખર સમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કરશે. આજે પૂર્વ કોપ બેઠકનું આયોજન કરાશે. આજે અને આવતીકાલે કેન્દ્રીય પર્યાવરણ, વન , અને જળ વાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983થી , સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન સાથે કરારબદ્ધ છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ - પ્રજાતિઓની સુરક્ષા , અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ , અને બચાવ માટેની યોજનાની તૈયારી કરાઇ છે. જે માટે , સાત જાતિઓ , જેમ કે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબાની ઓળખ કરાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply