કોરોનાનો કહેર યથાવત, ફ્રાન્સમાં એક ચીની પ્રવાસીનું કોરોનાને કારણે મોત
Live TV
-
આ દર્દી જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી પેરીસની હોસ્પિટલમાં દાખલ થયો હતો
ફ્રાન્સમાં કોરોના વાયરસથી પીડિત 80 વર્ષિક ચીની પ્રવાસીનું મોત થયું છે. કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિની એશિયાથી બહાર મોતનો આ પ્રથમ કેસ છે. ફ્રાન્સ આરોગ્ય મંત્રી એડમેસ બુધીએ કહ્યું કે, આ દર્દી જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી પેરીસની હોસ્પિટલમાં દાખલ થયો હતો.
ચીનમાં કોરોના વાઈરસનો ખતરો , ઘટવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘાતક વાયરસનો મૃતક આંક , 1600થી વધુ થયો છે. પાંચ હજાર 90થી વધુ કેસ સામે આવવા સાથે , ચેપ લાગનાર લોકોનો આંકડો , 68 હજાર પર પહોંચી ગયો છે. આ બિમારીને કારણે , જાપાન અને ફિલિપાઈન્સમાં પણ , એક - એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સેન્ટ્રલ ચીનના હુબેઈ પ્રાંતમાં , 116થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 24 દેશોમાં , 505 કેસ સામે આવ્યા છે. સોમવારે ચીન પહોંચેલી વિશ્વ આરોગ્ય સંગઠનના તજજ્ઞોની ટીમે ,, ચીની અધિકારીઓ સાથે મળીને કામ કરવાની , શરૂઆત કરી દીધી છે. તપાસ દળ ,, કોરોના વાઈરસ સામે આરોગ્ય અધિકારી દ્વારા કયા પગલાં ભરાયા છે , તેની જાણકારી મેળવશે. WHOના પ્રમુખે કહ્યું કે, ટોકિયોમાં થનાર ઓલિમ્પિક ગેમ્સ , રદ કરવી જોઈએ. જો કે, તેનો નિર્ણય, WHOએ આયોજકો ઉપર છોડ્યો છે.
ભારતમાં પણ સ્થિતિનો સામનો કરવા , સઘન પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના વાઈરસનો સામનો કરવા બનેલી મંત્રીસમૂહની સમીક્ષા બેઠક , થઈ હતી. કેન્દ્રિય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું , કે કેરળના 3 કેસો પૈકી , બેના અહેવાલ નેગેટીવ મળ્યા છે. વુહાનથી ભારત લાવવામાં આવેલા , 645 ભારતીયોના રિપોર્ટ પણ , નેગેટીવ આવ્યા છે.
