સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સાબા કોરોસી આજથી ત્રણ દિવસ ભારતની મુલાકાતે
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ સાબા કોરોસી આજથી ત્રણ દિવસ ભારતની મુલાકાતે છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સત્તા સંભાળ્યા બાદ કોઈપણ દેશની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન સાબા કોરોસી અને વિદેશ મંત્રી ડો.એસ.કે. જયશંકર વચ્ચે બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરાશે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સભાના પ્રમુખપદ માટે કેટલીક પ્રાથમિકતાઓની રૂપરેખા આપી છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્રના મૂળભૂત સિદ્ધાંતો તેમજ ટકાઉ પરિવર્તન માટે નોંધપાત્રમાપી શકાય તેવી પ્રગતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશ્વની કટોકટીના નવા પડકારોમાટે એકતા વધારવી એ પણ પ્રાથમિકતા છે.
