સાઉદી અરેબિયાની ઓઇલ પાઇલ લાઈનો પર હવાઈ હુમલાને લઈને ઇરાનની થઇ નિંદા
Live TV
-
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ અલ ઝુબેરે જણાવ્યું કે, તે આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ નથી ઇચ્છતું પરંતુ તેને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે તો તે પણ તેનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.
સાઉદી અરેબિયાની ઓઇલ પાઇલ લાઈનો પર હવાઈ હુમલાને લઈને ઇરાનની નિંદા થઈ રહી છે. આ મુદ્દે સાઉદી અરેબિયાએ સખત વલણ અપનાવ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ અલ ઝુબેરે જણાવ્યું કે, તે આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ નથી ઇચ્છતું પરંતુ તેને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે તો તે પણ તેનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. સાઉદી અરેબિયાએ પાઇપલાઇન પર હુમલા મુદ્દે ઇરાન પર આરોપ લગાવ્યો અને જણાવ્યું હતું કે, ઇરાનના આદેશના પગલે યમનમાં રહેલા હૂતિ વિદ્રોહીઓએ આ હવાઈ હુમલા કર્યાં છે. હાલમાં જ સાઉદી અરેબિયાના તટ પર રહેલા તેલના બે ટેન્કર અને 4 જહાજોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જો કે આ બઘી જ ઘટનામાં ઇરાને તેનો હાથ હોવાની વાતને નકારી હતી. આ સંઘર્ષ વચ્ચે કાલે જેદાહમાં તેલ ઉત્પાદક અને બિન તેલ ઉત્પાદક દેશો વચ્ચે બેઠક મળી હતી. જેમાં તેલ ઉત્પાદનના ક્ષેત્રે ચાલી રહેલા સંઘર્ષ અને સમસ્યાઓ અંગે ચર્ચાં કરવામાં આવી હતી.
