અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ઈરાનને ચેતવણી
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો ઇરાન અમેરિકી હિતો સાથે ટકરાશે તો ઇરાનને તબાહ કરી દેવાશે. ટિ્વટરના એક સંદેશમાં, ટ્રમ્પે કહ્યું કે, ઇરાન યુદ્ધ ઇચ્છતું હશે તો તે ઇરાન નો સત્તાવાર અંત હશે. ઉલ્લેખનીય છે કે ઓબામા ના શાસનમાં ઇરાનની સાથે P5+1 દેશો, જર્મની ,અને યૂરોપીય સંઘ ની,ન્યૂક્લિયર ડીલ પર સહમતિ થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નેતૃત્વવાળી અમેરિકાની ,નવી સરકાર આ ડીલથી હટી ગઈ હતી. ત્યારબાદ ,ઇરાન પર ફરીથી અમેરિકા દ્વારા કડક પ્રતિબંધ લગાવી દેવાયા હતા. આ મુદ્દે ,બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો છે. આ તણાવ મુદ્દે ઇરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ઇરાન યુ્દ્ધ નથી ઇચ્છતું પરંતુ કોઈપણ દેશ ઇરાન ને કમજોર સમજવાની ભૂલ ન કરે.
