સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
Live TV
-
સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી અને નાણાંમંત્રી લોરેન્સ વોંગ અને વેપાર અને ઉદ્યોગમંત્રી ગાન કિમ યોંગે ગઇકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ભારત અને સિંગાપોર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, ખાસ કરીને ડિજિટલ કનેક્ટિવિટી, ગ્રીન હાઇડ્રોજન અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં ચર્ચા કરવામાં આવી હતી. લોરેન્સ વોંગે એક ટ્વીટમાં કહ્યું કે, તેઓ અને ગાન કિમ યોંગ પ્રધાનમંત્રીને મળી ગર્વ અનુભવે છે. વોંગે જણાવ્યું હતું કે તેઓએ ગ્રીન હાઇડ્રોજન, સૌર ઊર્જા, ફિનટેક અને ડેટા લિંક્સ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં સિંગાપોરનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. વોંગે કોરોના રોગચાળો ઓછો થતાં દ્વિપક્ષીય સંપર્કોની ગતિશીલતા પર આનંદ વ્યક્ત કર્યો હતો.
