સુદાનમાં ફસાયેલા લગભગ 2,400 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સુરક્ષિત ઉગારી લેવાયા
Live TV
-
સુદાનમાં ફસાયેલા લગભગ 2,400 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહથી 231 ભારતીયોને લઈને 5મી ફ્લાઈટ આજે નવી દિલ્હી પહોંચી હતી. ગઈકાલે સુદાનથી 392 મુસાફરોને લઈને સી-17 વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટમાં કહ્યું કે 362 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ ગઈ કાલે સાંજે બેંગલુરુ પહોંચી. આ દરમિયાન 270 મુસાફરોને લઈને એરફોર્સનું વિમાન ગઈકાલે રાત્રે જેદ્દાહ પહોંચ્યું હતું.
INS-સુમેધા પણ ગઈકાલે સુદાન પોર્ટથી 300 મુસાફરો સાથે જેદ્દાહ માટે રવાના થયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી હેઠળ અત્યાર સુધીમાં સુદાનમાંથી 2,400 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.
