માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે 'મન કી બાત'નો 100મો એપિસોડ પૂરો થવા પર પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમ એક વિશેષ પ્રવાસ છે અને તેણે લોકોની સામૂહિક ભાવના અને પ્રેરણાત્મક જીવન યાત્રાને પ્રકાશિત કરી છે.
આ દરમિયાન, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે મન કી બાતના 100મા એપિસોડના પૂર્ણ થવા પર વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા.
એક ટ્વિટમાં બિલ ગેટ્સે કહ્યું કે, મન કી બાત કાર્યક્રમે સમાજને સ્વચ્છતા, આરોગ્ય, મહિલાઓના આર્થિક સશક્તિકરણ જેવા ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંબંધિત મુદ્દાઓ પર કાર્ય કરવા પ્રેરણા આપી છે.
