સુદાનમાં 1 મિલિયનથી વધુ પોલિયો રસીનો નાશ: યુનિસેફ
Live TV
-
2022 ના અંતથી, યુનિસેફ સુદાનમાં પોલિયો સામે લડવા માટે રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે
સુદાનના સત્તા સંઘર્ષમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે. આ સિવાય એક લાખથી વધુ લોકોએ પોતાનો જીવ બચાવીને દેશ છોડી દીધો છે, તે જ સમયે, કેટલાક લોકો એવા છે જેઓ આ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે. દેશમાં હિંસાને કારણે ઘણું નુકસાન થયું છે. પરિણામે, હિંસા વચ્ચે લાખો પોલિયો રસીઓનો નાશ કરવામાં આવ્યો છે.
યુએન ચિલ્ડ્રન એજન્સી યુનિસેફે શુક્રવારે રોઇટર્સને જણાવ્યું હતું કે, દક્ષિણ ડાર્ફુરમાં 10 લાખથી વધુ પોલિયો રસીને લૂંટી લેવામાં આવી છે, નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે. 2022 ના અંતથી, યુનિસેફ સુદાનમાં પોલિયો સામે લડવા માટે રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. પરંતુ હવે ત્યાં લૂંટ ચલાવીને લાખોની પોલિયો રસીનો નાશ કરવામાં આવ્યો છે. જેણે લીધે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જીવલેણ બની શકે છે. સમયસર રસી ન મળવાને કારણે બાળકોના મૃત્યુ પણ થઈ શકે છે.
ફ્રીકાને 2020 માં પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્તમાન સમયમાં પણ માલાવી, મોઝામ્બિક અને સુદાનમાં પોલિયો રોગના કેસમાં વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો ડેટાબેઝ દર્શાવે છે કે સુદાનમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ પર 28 હુમલા થયા છે.
