Skip to main content
Settings Settings for Dark

ચાર્લ્સ III બન્યા બ્રિટનના નવા રાજા, વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં યોજ્યો ભવ્ય તાજપોશી સમારોહ

Live TV

X
  • રાજા ચાર્લ્સ ત્રીજા બ્રિટનના નવા રાજા બન્યા છે. બ્રિટનના વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં કિંગ ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આ પ્રસંગ યોજાયો છે. અગાઉ, 1953માં રાણી એલિઝાબેથનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

    આ સમારોહ માટે બ્રિટિશ રાજાનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો તે માર્ગ પર હજારો લોકોની જનમેદની રાજા ચાર્લ્સને વધાવવા ઉમટી હતી. આ આખા ઐતિહાસિક પ્રસંગની શોભા વધારવા આ દરમિયાન મુખ્ય માર્ગની બંને બાજુએ બ્રિટિશ ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.  આ સમારોહની તૈયારીઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી ચાલતી હતી. રાજા ચાર્લ્સ જે રથમાં બિરાજમાન હતા તે સુવર્ણ રથ સફેદ ઘોડાઓથી સજ્જ હતો. 

    આર્કબિશપે વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચ ખાતે કિંગ ચાર્લ્સને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ચાર્લ્સે કહ્યું- હું સેવા આપવા આવ્યો છું. રાજ્યાભિષેકમાં હાજરી આપતા મહેમાનો વેસ્ટમિંસ્ટર એબી ચર્ચમાં આ ભવ્ય સમારોહન સાક્ષી બન્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply