સુનકના બ્રિટનના વડાપ્રધાન બનવામાં મારી દીકરીનો મોટો ફાળોઃ સુધા મૂર્તિ
Live TV
-
ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની અને અક્ષતાના માતા સુધા મૂર્તિનો એક વિડિયો વાયરલ થઈ રહયો છે.જેમાં તેઓ કહે છે કે, ઋષિ સુનક મારી પુત્રીના કારણે બ્રિટનના સૌથી યુવા પીએમ બન્યા છે. મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા હતા અને અક્ષતાએ પોતાના પતિને બ્રિટનના પીએમ બનાવ્યા છે. જુઓ એક પત્ની કેવી રીતે પોતાના પતિને બદલી શકે છે. સુધા મૂર્તિનુ કહેવુ છે કે, અક્ષતા હંમેશા સુનકના ડાયેટ અંગે ચિંતિત રહે છે. સુનક પણ અમારી પરંપરાઓનુ ધ્યાન રાખે છે. મૂર્તિ પરિવારમાં લાંબા સમયથી દરેક ગુરુવારે વ્રત રાખવાની પરંપરા રહી છે. સુનક ભલે શરુઆતથી બ્રિટનમાં રહેતા હોય પણ તેઓ બહુ ધાર્મિક છે. તેમણે અક્ષતા સાથે લગ્ન કર્યા બાદ અમારા પરિવારની પરંપરાઓને કાયમ સન્માન આપ્યુ છે.
સુનકે 2014માં રાજકારણમાં પગ મુક્યો હતો.બે વખત તેઓ સંસદની ચૂંટણી જીતી ચુકયા છે.2020માં તેમને બ્રિટનના નાણા મંત્રી બનાવાયા હતા અને બોરિસ જોનસને પીએમ તરીકે આપેલા રાજીનામા બાદ નવા પીએમ બનવા માટે સુનક અને લિઝ ટ્રસ વચ્ચે સ્પર્ધા હતી.જેમાં લિઝ ટ્રસ બાજી મારી ગયા હતા.જોકે તેમના નિર્ણયોથી બ્રિટનની ઈકોનોમીને ભારે ફટકો વાગ્યો હતો.લિઝ ટ્રુસે પીએમ બન્યાના 6 જ સપ્તાહમાં રાજીનામુ આપ્યા બાદ નવા પીએમ તરીકે સુનકની વરણી થઈ હતી.
