સેનાએ ઈરાનના એક ડ્રોનને તોડી પાડ્યુંઃ ટ્રંપ
Live TV
-
આ ડ્રોન હોરમુજ જલડમરૂ મધ્યમાં અમેરિકી નૌસેનાની એક બોટની નજીક પહોંચી ગયું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે, તેની સેનાએ કાલે ઈરાનના એક ડ્રોનને પાડી દીધું છે. આ ડ્રોન હોરમુજ જલડમરૂ મધ્યમાં અમેરિકા નૌસેનાની એક બોલની નજીક આવી ગયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ ગઈકાલે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, તેના સૈનિકોએ આત્મરક્ષામાં ઈરાન વિરુદ્ધ આ પગલું ભર્યું છે. ઈરાનનું આ ડ્રોન અમેરિકી બોટ અને સૈનિકોની સુરક્ષા માટે ખતરો બની શકતું હતું તેથી તેને તત્કાલ પ્રભાવથી મારવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદ્રી ક્ષેત્રમાં તૈનાર અમેરિકી બોટ વિરુદ્ધ ઈરાન ઉશકેરવાની કાર્યવાહી કરતું રહે છે.
