Skip to main content
Settings Settings for Dark

સ્પેનિશ પ્રધાનમંત્રીએ કામદારોને ઊર્જા બચાવવા માટે ટાઈ પહેરવાનું બંધ કરવા કરી હાકલ

Live TV

X
  • સ્પેનિશ પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે જાહેર અને ખાનગી ક્ષેત્રના કામદારોને ગરમીમાં ઊર્જા બચતના પગલા તરીકે, ટાઇ પહેરવાનું બંધ કરવા હાકલ કરી છે. સાંચેઝે જણાવ્યું હતું કે, તેમની સરકાર સોમવારે તાત્કાલિક ઉર્જા-બચતનાં પગલાં અપનાવશે કારણ કે યુરોપિયન દેશો યુક્રેનમાં યુદ્ધને પગલે રશિયન ગેસ પર ઓછા નિર્ભર બનવાનો પ્રયત્ન કરે છે. શુક્રવારે, મેડ્રિડમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને સેવિલમાં 39 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. છેલ્લા કેટલાક સપ્તાહમાં યુરોપમાં રેકોર્ડ-ઉંચુ તાપમાન નોંધાયું છે.

    મેડ્રિડમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં, પ્રધાનમંત્રી સાંચેઝે જણાવ્યું હતું કે, ટાઈ ન પહેરવાથી લોકો ઠંડા રહે છે અને તેથી ઉર્જાનો ખર્ચ ઓછો થાય છે કારણ કે એર કંડિશનરનો ઉપયોગ ઓછો વખત થશે.

    સ્પેન આ પગલું લેનાર પ્રથમ નથી. 2011માં, જાપાને તેની "સુપર કૂલ બિઝ" ઝુંબેશ રજૂ કરી, જેણે ઓફિસ કર્મચારીઓને ઉનાળામાં ઠંડા કપડાં પહેરવા પ્રોત્સાહિત કર્યા.અને તાજેતરમાં યુકેમાં વધતા જતા તાપમાન દરમિયાન, રાજકારણીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ હાઉસ ઓફ કોમન્સમાં હોય ત્યારે તેમના સૂટ જેકેટ્સને દૂર કરી શકે છે.

    પ્રધાનમંત્રી સાંચેઝની સરકાર ઊર્જા બચત હુકમનામા પર કામ કરી રહી છે, જે સોમવારે મંજૂર થવાની અપેક્ષા છે. તેમાં એર કંડિશનિંગને બહાર નીકળતા અટકાવવા, શક્ય હોય તો તેમના દરવાજા બંધ રાખવા માટે વ્યવસાયકર્તાઓને પ્રોત્સાહિત કરવાના પગલાનો સમાવેશ થાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ફ્રાન્સમાં પણ સમાન નિયમ રજૂ કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply