Skip to main content
Settings Settings for Dark

સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય અમેરિકન્સનો દબદબો યથાવત, 14 વર્ષના દેવ શાહે ખિતાબ જીત્યો

Live TV

X
  • 14 વર્ષના દેવ શાહે 'નેશનલ સ્પેલિંગ બી'નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે 2023 સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને $50,000 નો પુરસ્કાર મળ્યો. દેવ શાહે Psammophile (સૈમોફાઇલ) નો સ્પેલિંગ સાચો કરીને ખિતાબ જીત્યો છે. આ પ્રસંગે દેવ શાહે જણાવ્યું હતું કે તેમના પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તે માની શકતો નથી કે આ ટાઇટલ તેના નામે થયું છે. 

    દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજી અને છેલ્લી તક હતી. તેણે અગાઉ 2019 અને 2021માં સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો, જે અનુક્રમે 51મા ક્રમે અને 76મા ક્રમે રહ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, એક કરોડ અને 10 લાખ લોકો જોડણી સ્પર્ધાઓમાં પ્રવેશ્યા પછી અગિયાર વિદ્યાર્થીઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો.

    વર્ષ 2022 માં પણ મૂળ ભારતીય પણ અમેરિકા રહેતી 14 વર્ષીય કિશોરી હરિણી લોગાએ આ ખિતાબ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply