હિંસાને લઈને માલીના પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામું
Live TV
-
પશ્ચિમી આફ્રિકી દેશ માલીના પ્રધાનમંત્રી સોઉમેલોવ બોબેયે મૈગાએ દેશમાં હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહેવા મુદ્દે સંસદમાં લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા રાજીનામું આપી દીધું છે. જેની પુષ્ટિ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બોઉબાકર કૈતાના કાર્યાલયે કરી છે. સાંસદોએ ગયા મહિને થયેલા નરસંહાર અને મિલિશિયાને શસ્ત્રહીન કરવામાં નિષ્ફળતાને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગયા મહીને લગભગ 160 લોકો જાતીય હિંસામાં માર્યા ગયા હતા.
