અફઘાનિસ્તાન: કાબૂલમાં આત્મઘાતી હુમલો, 7નાં મોત
Live TV
-
કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી નથી લીધી
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ગઈકાલે સુરક્ષાદળો સામે ગોળીબારમાં એક આત્મઘાતી હુમલાખોરે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં સાત લોકોના મૃત્યુ થયા છે અને આઠ લોકો ધાયલ થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મધ્ય કાબૂલમાં સંચાર મંત્રાલયની સામે એક આત્મઘાતી હુમલાખોરે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં ચાર બંદૂકધારી હુમલાખોર હતા. જેમાં સુરક્ષા કર્મચારીઓએ ચારેય હુમલાખોરને ઠાર કર્યા હતા. કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
