Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગ પ્રદર્શન : ચીનની સેનાએ મોર્ચો સાંભળ્યો

Live TV

X
  • લોકશાહીની માંગ સાથે હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધને ડામવા માટે ચીને અહીં પોતાની સેના ગોઠવી દીધી છે. પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિરોધની સામે પ્રથમ વખત રસ્તાઓ પર દેખાયા હતા.

    અહેવાલ મુજબ સૈનિકો રસ્તાઓ ખાલી કરવા માટે કૂચ કરી રહ્યા હતા. સૈનિકો પીએલએના કર્નલ ટોંગ બેરેકની બહાર આવ્યા અને બેપટિસ્ટ યુનિવર્સિટીના કેમ્પસ નજીક લોકશાહી સમર્થકો દ્વારા બ્લોક કરેલ રસ્તાઓને ખાલી અને સાફ કરાવ્યા હતા.

    પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનો શનિવારે સાદા કપડામાં પ્રદર્શનકારીઓ દ્વારા ફેલાવેલા કચરાને અને બેરિકેડ્સને દૂર કરતા જોવા મળ્યા હતા. PLAનું કહેવું છે કે તેના સૈનિક તેમની ઈચ્છાથી હોંગકોંગમાં સફાઈ કરવા આવ્યા છે. જોકે, હોંગકોંગ પ્રશાસને કહ્યું છે કે તેમણે ચીનના સૈનિકો પાસે કોઈ જ મદદ માગી ન હતી. આ દરમિયાન એક સૈનિકે કહ્યું કે તેની કાર્યવાહીનો હોંગકોંગ સરકાર સાથે કોઈ સંબંધ નથી. હિંસા રોકવા અને અરાજકતાનો અંત લાવવાની તેમની જવાબદારી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અગ્નિશામકો અને પોલીસ અમારી સાથે મળીને કામ કરી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 400 ચાઇનીઝ સૈનિકો હોંગકોંગના કાઉન્ટી પાર્કમાં મંગકુટ ચક્રવાતનાં તોફાનથી પડી ગયેલા ઝાડોને હટાવવા માટે 400 ચીની સૈનિકો બેરેકમાંથી બહાર આવ્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply