100 વર્ષોમાં ફક્ત 13 વાર જોવા મળતી અતિ દુર્લભ કોસ્મિક ઘટના - મરક્યુરી ટ્રાન્ઝિટ (#MercuryTransit)
Live TV
-
મરક્યુરી ટ્રાન્ઝિટની આ ઘટના 100 વર્ષમાં ફક્ત 13 વખત થાય છે, છેલ્લે 9 મે, 2016ના રોજ બનેલ આ ઘટના હવે 2032 સુધી ફરીથી જોવામાં નહીં મળે. કહેવાય છે કે આ ઘટના જ્યોતિષ શાસ્ત્રમાં મજબૂત મહત્વ ધરાવે છે
પરિવહનનો સમય લગભગ સાડા પાંચ કલાકનો રહેશે.આ દરમિયાન બુધ ગ્રહ સૂર્યના એક છેડેથી બીજા છેડા સુધી જશે. ભારતીય સમય મુજબ રાત્રીના 11.30 વાગ્યે પરિવહન સમાપ્ત થશે. આ પછી આ ઘટના 13 વર્ષ પછી 2032 માં જોવા મળશે
ક્યાં ક્યાં જોવા મળશે ?
આ ઘટના ઉત્તર અમેરીકા, દક્ષિણ અમેરીકા, પ્રશાંત મહાસાગર સહિત ન્યૂ-ઝીલેન્ડમાં અને ભારતમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સૂર્યાસ્ત સમયે જોઈ શકાશે.
આ ઘટના જોવા માટે સાવધાની રાખવી જરૂરી છે. તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તેને વિશેષ સૂર્ય ચશ્માની સહાયથી જોવું હિતાવહ છે.
