યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
Live TV
-
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ સાથે સંકળાયેલા સબૂતો જાહેર થશે, ડેમોક્રેટિક હરીફ જોય બિડેન વિરુધ્ધ યુક્રેનમાં તપાસ માટે દબાણનો છે આક્ષેપ.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ તપાસ બુધવારે જાહેર થશે. ટ્રમ્પ પર તેની સત્તાનો દુરુપયોગ કરવાનો અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનને ઘેરવા યુક્રેનના રાષ્ટ્રપતિને પર દબાણ કરવાનો આરોપ છે .
ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે તેમના ફોન કોલ્સની ટ્રાન્સક્રિપ્ટ્સ બહાર પાડવાની વાત કરી છે. આ કેસમાં પહેલી સુનાવણી બુધવાર અને શુક્રવારે થશે. નોંધપાત્ર વાત એ છે કે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તપાસ કરી રહેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કમિટીના પ્રતિનિધિએ ગઈકાલે પેન્ટાગોનના અધિકારીઓનાં નિવેદનની નકલ જાહેર કરી છે.
