136 દેશોએ મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ન્યૂનતમ કોર્પોરેટ ટેક્સ લાગુ કરવા માટે કર્યા કરાર
Live TV
-
સમગ્ર વિશ્વમાં કારોબાર કરતી બહુ રાષ્ટ્રીય કંપનીઓના વ્યવહારો ઉપર ઓછામાં ઓછો 15 ટકા કોર્પોરેટ ટેક્સ લાગુ કરવાની ઐતિહાસિક વૈશ્વિક સમજુતી ઉપર 136 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.
આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થાએ આ બાબતે જણાવ્યું છે કે, આ સમજુતીના કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓને તેમના વડામથક ધરાવતા દેશ ઉપરાંત તેઓ જે દેશોમાં કારોબાર કરશે, ત્યાં તેમણે વેરો ચૂકવવો પડશે. આ નિર્ણયનું અમલીકરણ વર્ષ 2023 થી થશે.
વધુમાં બ્રિટનના ચાન્સેલર રિશી સુનકે જણાવ્યું છે કે, આ નિર્ણય થકી વૈશ્વિક ટેક્સ વ્યવસ્થાની દિશામાં એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ વૈશ્વિક સંધિમાં સામેલ 140 દેશોમાંથી 136 દેશોએ આ સમજૂતીનુ સમર્થન કર્યુ છે. જોકે કેન્યા, નાઇઝિરિયા, પાકિસ્તાન અને શ્રીલંકાએ આ સમજૂતીનુ સમર્થન ન કરતા ગેરહાજર રહ્યા હતા.
