BRICSમાં વધુ 6 દેશ સામેલ થયા, આ તમામ દેશના સમાવેશથી BRICS વધુ મજબૂત બનશે: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
આફ્રિકાના જોહનીસ બર્ગમાં બ્રિક્સનું 15મું શિખર સમેલન યોજાઇ રહ્યું છે, ત્યારે આ સમેલનમાં બ્રિક્સ દ્વારા નવા 6 દેશોની સભ્યતાની જાહેરાત કરી હતી. બ્રિક્સમાં સભ્યપદ માટે વિશ્વભરમાંથી 22 દેશોએ અરજી હતી હતી, જેમાંથી 6 દેશોને કાયમી સભ્યપદ આપવાની જાહેરાત આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કરી હતી. નવા સામેલ થયેલ દેશોમાં ઇથોપિયા, ઈજિપ્ત , આર્જેટિના, સાઉદી અરબ, ઈરાન અને યુનાઈટેડ આરબ અમીરાતનો સમાવેશ થાય છે.
ચંદ્રયાન-3ની સફળતા માટે જોહાનીસબર્ગમાં પ્રધાનમંત્રી મોદીને બ્રીક્સના નેતાઓએ પાઠવી શુભેચ્છા..પ્રધાનમંત્રીએ કહ્યું, સમગ્ર વિશ્વ અભિનંદન પાઠવી રહ્યું છે. અભિનંદન પાઠવવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. ચંદ્રયાન-3 મિશન માત્ર ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વહિત માટે, ગ્લોબલ સાઉથ દેશોના વિકાસ માટે ભારત હંમેશા છે ખડેપગે
બ્રિક્સ સંમેલનમાં આજે આફ્રિકા આઉટરિચ સમિટ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમિટને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આફ્રિકાને ગ્લોબલ પાવર હાઉસ બનાવવામાં ભારત આફ્રિકાનું ભાગીદાર રહ્યું છે. તો આતંકવાદ અને પાયરેસી વિરુદ્ધ અમે આફ્રિકાની સાથે કામ કરી રહ્યાં છીએ. સાથે પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત તમામ દેશોને એક પરિવારના રૂપમાં જોવે છે. તો પ્રધાનમંત્રીએ તમામ દેશોને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સમાં સહભાગિતા માટે આમંત્રિત કર્યા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અન્ય દેશના નેતાનો સાથે દ્રી પક્ષીય બેઠક અને મંત્રણા કરશે.જેમાં ઇરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રાયસી સાથે, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે અને ઇથોપિયા ગણરાજ્યના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. બ્રિક્સમાં આજે 6 નવા દેશોને માન્યતા આપવામાં આવી છે. આર્જેન્ટિના, ઈજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ, ઈરાન અને યુએઈને બ્રિક્સનું સભ્ય પદ આપવામાં આવ્યું છે. BRICSમાં નવા જોડાયેલા તમામ આ 6 દેશોનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ દેશનો સહયોગ BRICSને વધુ મજબૂત બનાવશે.
