અમેરિકાના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પનું આત્મસમર્પણ
Live TV
-
વર્ષ 2020માં જ્યોર્જિયામાં ચૂંટણીને ઉથલાવી દેવા કરેલી ગેરકાયદેસર પ્રવૃતિના આરોપ મુદ્દે આત્મસમર્પણ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચૂંટણી પરિણામને પલટાવવાના પ્રયાસના કેસમાં ગુરુવારે એટલાન્ટાની ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જો કે, આ પછી ડોનાલ્ડ ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ન્યુ જર્સી પરત ફરવા માટે એરપોર્ટ ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પર જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીને પલટાવવા માટે ગેરકાયદેસર રીતે આયોજન કરવાનો આરોપ છે. આ કિસ્સામાં તેણે આત્મસમર્પણ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો જેલની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અહીં તેમણે વિરોધ પણ કર્યો હતો. જણાવી દઈએ કે ટ્રમ્પ વિરુદ્ધ એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
