Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીની વૅસ્ટ વૉટર ટ્રીટમૅન્ટ પ્લાન્ટની મુલાકાત

Live TV

X
  • ગુજરાતના ખૂબ જ ઝડપથી વિકસી રહેલા વિસ્તારોમાં ગંદા પાણીનું એકત્રીકરણ, ટ્રીટમેન્ટ અને ફરી વાપરવા લાયક બનાવવા માટે શું કરી શકેય એ બાબતે ચર્ચા

    ઇઝરાયલની મુલાકાતે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાન રીઝનના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખૂબ જ ઝડપથી વિકસી રહેલા વિસ્તારોમાં ગંદા પાણીનું એકત્રીકરણ, ટ્રીટમેન્ટ અને ફરી વાપરવા લાયક બનાવવા માટે શું કરી શકેય એ બાબતે ચર્ચા કરી હતી. તેલ અવીવ ખાતે મુખ્યમંત્રી રૂપાણી સ્થાનિક મ્યુનિસિપાલટીના કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે તદુપરાંત, એક સમારંભમાં ઈઝરાઈલમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ સંવાદ કરશે.

    આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતનું પ્રતિનિધિ મંડળ ઇઝરાયલની રાજધાની તેલ અવિવ ખાતે પહોંચતા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેલ અવિવ ખાતે ઇઝરાયલના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ, સા આકોવ ફ્રિન્કેસ્ટેલિન તેમજ ઇઝરાયેલ ખાતેના ભારતીય દૂતાવાસના ડેપ્યુટી સુશ્રી અંજુકુમારે તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી ,વિજયભાઈ રૂપાણીનો ,આ પ્રથમ ઇઝરાઇલ પ્રવાસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply