7 દેશના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરવા ઉપર રોક
Live TV
-
અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્રાવેલ પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો, પ્રતિબંધને પગલે ઉત્તર કોરિયા સહિત સાત દેશના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરવા ઉપર લાગી રોક
અમેરિકાની સુપ્રિમ કોર્ટે કેટલાક મુસ્લીમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા સંબંધે ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો છે. આ અગાઉ નીચલી અદાલતે ટ્રમ્પ વહિવટીતંત્રના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો પરંતુ ,અમેરિકી સુપ્રિમ કોર્ટે મંગળવારે નીચલી અદાલતના નિર્ણયને પલટતા પાંચ વિરુદ્ધ ચાર જજની પેનલે બહુમતિથી ટ્રાવેલ પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો હતો. ચુકાદો આપનાર જજ જોન રોબર્ટ કહ્યું કે, મુસ્લીમ દેશોના નાગરિકોને અમેરિકામાં ન આવવા દેવાનો ટ્રમ્પનો નિર્ણય રાષ્ટ્રપતિના અધિકારીક દાયરામાં આવે છે અને તેને અમેરિકાના લોકોની જીત ગણાવી હતી.
