Skip to main content
Settings Settings for Dark

G-7 દેશોના આરોગ્ય મંત્રીઓએ ઓમિક્રોન વેરિયન્ટ સામે લડત માટે તાત્કાલિક પગલાં લેવા આહવાન કર્યું

Live TV

X
  • G-7 દેશોના આરોગ્ય મંત્રીઓએ ઓમિક્રોન વેરીયન્ટ સામે લડત માટે તાત્કાલિક પગલાં લેવા આહવાન કર્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ સંબંધિ મુદ્દે યોજાયેલી તત્કાલ બેઠક બાદ G-7 મંત્રીઓએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વિશ્વને એક નવા જોખમનો સામનો કરવો પડી શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ અત્યંત ઝડપથી ફેલાતો હોવાથી તેને રોકવા તાત્કાલિક પગલાં લેવાની આવશ્યકતા છે. રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્તાં મંત્રીઓએ સંશોધન અને વિકાસમાં સહાયતા આપવાના સંકલ્પ કર્યો. તમામ સભ્ય દેશોએ WHO અંતર્ગત આંતરરાષ્ટ્રીય રોગચાળાની દેખરેખ માટે માળખાના નિર્માણ માટે સમર્થન આપ્યું છે. આરોગ્ય મંત્રીઓએ ઓમિક્રોન વેરીઅન્ટની શોધ માટે તથા બીજા દેશોને તે અંગે સાવચેત કરવા બદલ દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply