IFFI: ગોવામાં 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ, 28 નવેમ્બર સુધી ચાલશે
Live TV
-
ગોવામાં 52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે જે 28 નવેમ્બર સુધી ચાલશે. એશિયાનો સૌથી જૂનો અને ભારતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શનિવારથી એટલે કે આજથી ગોવામાં શરૂ થશે. 28 નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલ (IFFI) માં OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પ્રથમ વખત ભાગ લેશે.
52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) શનિવાર એટલે કે 20 નવેમ્બરથી ગોવામાં શરૂ થઈ ગયો છે અને 28 નવેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં 95 દેશોમાંથી 624 જેટલી ફિલ્મોને એન્ટ્રી મળી છે. કોરોના મહામારી બાદ ગોવામાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ગોવા સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત ફિલ્મ ફેસ્ટિવલ ડિરેક્ટોરેટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે ફિલ્મ દિગ્દર્શકો ઈસ્તવાન સાબો અને માર્ટિન સ્કોર્સેસને ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા હેમા માલિની અને ગીતકાર પ્રસૂન જોશીને ફેસ્ટિવલમાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન એકેડેમી એવોર્ડ્સ 2022 માટે ભારતની એન્ટ્રી, તમિલ ફિલ્મ ‘કોઝાંગલ’ ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે.
ગોવામાં આયોજિત IFFIમાં સત્યજીત રેની કેટલીક ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. આ 52મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હશે. તે જ સમયે, અમેઝોન ઓરિજિનલ ફિલ્મ છોરી પણ આ પ્રસંગે બતાવવામાં આવશે. એમેઝોન પ્રાઇમ વિડિયો તેના દ્વારા સિનેમેટિક સામગ્રીને પણ પ્રમોટ કરશે. IFFI એ ભારત અને એશિયાનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટિવલ છે.
આવું પાંચ દાયકાથી ચાલી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે. આ વર્ષના ઉત્સવમાં ઘણી રસપ્રદ ફિલ્મો પણ દર્શાવવામાં આવશે. ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલ દેશના 99% પિન કોડને આવરી લે છે.
આ કાર્યક્રમમાં હેમા માલિની અને ગીતકાર પ્રસૂન જોશીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે હોલીવુડના ફિલ્મ નિર્દેશકો ઈસ્તવાન સાબો અને માર્ટિન સ્કોર્સીસને પણ સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દરમિયાન એકેડેમી એવોર્ડ્સ 2022 માટે ભારતની એન્ટ્રી, તમિલ ફિલ્મ ‘કોઝાંગલ’ ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે.
