Skip to main content
Settings Settings for Dark

PM બેન્જામીન નેતાન્યાહુએ રસી મૂકાવી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી

Live TV

X
  • ઇઝરાયલમાં રવિવારથી કોરોના વાયરસના રસીકરણની શરૂઆત થઇ ગઇ છે.  શનિવારે પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ કોરોનાથી બચવા રસી મૂકાવી રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. તે કોરોના વાયરસની રસી મૂકાવનાર ઇઝરાયલના પ્રથમ વ્યક્તિ છે. તે બાદ સ્વાસ્થ્યકર્મીઓ, નર્સિંગ હોમમાં રહેનાર મેડીકલ સ્ટાફને પણ રસી આપવામાં આવી હતી. તો આ બાજુ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ઇટલીમાં કોરોનાનુ સંક્રમણ વધવાથી ક્રિસ્ટ્મસ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષે  ક્રિસ્ટમસ પર પણ કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહિ. પ્રધાનમંત્રી કોન્ટેએ કહ્યું છે કે કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર બિનજરૂરી દુકાનો 31 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી અને 5 અને 6 જાન્યુઆરી દરમિયાન બંધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply