Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકાના પ્રતિષ્ઠિત લીજન ઓફ મેરિટ એવોર્ડથી કરાયું સન્માન

Live TV

X
  • છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અન્ય દેશો સાથેના ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક મંચ પર ભારતને વધુ દ્રઢ બનાવવા માટે, તેમને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે, આ હરોળમાં એક નવો એવોર્ડ જોડવામાં આવ્યો છે. લીજન ઓફ મેરિટ એવોર્ડ જે અમેરિકાનો સૌથી પ્રતિષ્ઠિત લશ્કરી એવૉર્ડ છે. આ એવોર્ડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમ્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને, ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે.

    વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સન્માન કરવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીને યુ.એસ. અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક શક્તિ તરીકે ભારતના ઉદ્ભવ માટે તેમનું નેતૃત્વ કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી વતી, યુ.એસમાં ભારતીય રાજદૂત તરણજિતસિંઘ સંધુએ વ્હાઇટ હાઉસ ખાતે યુ.એસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ. બ્રાયનના હસ્તે આ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. 

    આ સમ્માન અમેરિકાનું સૌથી મોટું લશ્કરી સન્માન છે. જે ફક્ત રાજ્ય અથવા સરકારના વડાઓને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાએ આ એવોર્ડ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેને પણ આપ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, "આ એવોર્ડ પ્રાપ્ત કરવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું", એમ કહેતા કે તે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના ભારત અને અમેરિકાના લોકોના પ્રયત્નોને પણ માન્યતા આપે છે. સાથે જ તેમને ટ્વિટમાં એમ પણ કીધું કે, ભારતના 130 કરોડ લોકો વતી હું ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબુત બનાવવા માટે યુએસ સરકાર અને બંને દેશોના અન્ય તમામ હિસ્સેદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશ અને રાખવા માંગું છું. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રીને આ સન્માન બદલ અભિનંદન આપ્યા. આ એવોર્ડ, વિશ્વ નેતા તરીકેની તેમની સ્વીકૃતિ અને વૈશ્વિક શાંતિ તરફના તેમના અથાક પ્રયત્નોની બીજી સાક્ષી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply