બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક વેરિયન્ટની જાણકારી મળી
Live TV
-
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક વેરિયન્ટની જાણકારી પ્રાપ્ત થઈ છે. બ્રિટનના આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે, બે દર્દીઓમાં વાયરસના નવા વેરિયન્ટ જોવા મળતાં તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બંને એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા કે જે સાઉથ આફ્રિકાથી આવેલા હતા. આ દરમિયાન બ્રિટન સરકારે સાઉથ આફ્રિકાની મુસાફરી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે અપીલ કરી છે કે જે લોકો તાજેતરમાં સાઉથ આફ્રિકાની મુસાફરી કરીને આવ્યા છે અથવા તો તેવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તે તમામે પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લેવી. બ્રિટનમાં એક સપ્તાહમાં કોરોના વાયરસનો આ બીજો સ્ટ્રેઇન છે. આ દરમિયાનમાં બ્રિટને પોતાને ત્યાં વિકસિત સ્વ પરિક્ષણ કિટને મંજૂરી આપી દીધી છે. મેડિસિન અને હેલ્થ કેર પ્રોડક્ટ રેગ્યુલેટરી દ્વારા જણાવાયું છે કે, આ કીટ દ્વારા માત્ર 30 મિનિટમાં પરિક્ષણ કરી શકાય છે.
