Twitter પર થયો સાયબર હુમલો, હાઇ પ્રોફાઇલ ટ્વિટર એકાઉન્ટ હેક
Live TV
-
વિશ્વમાં અડધી રાતે ટ્વિટર પર અત્યાર સુધી સૌથી મોટો સાયબર હુમલો થયો છે...વિશ્વમાં હડકંપ ત્યારે મચ્યો જ્યારે ઘણી મોટી-મોટી અને જાણીતી હાઇ પ્રોફાઇલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું...અમેરિકાના ઘણા હાઇ પ્રોફાઇલ ટ્વિટર એકાઉન્ટ હેક થયા....જેમાં અમેરિકી નેતા જો બિડન, બરાક ઓબામા, ટેસલાના CEO એલન મસ્ક, માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ અને એપલના ઘણા મહત્વના એકાઉન્ટ તથા ઇઝરાયલના PM નેતન્યાહૂનું ટ્વિટર એકાઉન્ટ સામેલ છે...
આ તમામ હસ્તીઓનું એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગણી કરવામાં આવી....હાઇ પ્રોફાઇલ એકાઉન્ટ હેક કરીને એક પોસ્ટ કરવામાં આવી જેમાં બિટકોઇન માગવામાં આવ્યા...
ટ્વિટર હેંડલ હેક કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને બિટકોઇન બમણા કરીને પરત કરવામાં આવશે...પોસ્ટ કર્યા બાદ થોડા જ સમયમાં જ આ મેસેજ ડિલીટ પણ થઇ ગયા..તો ટ્વિટરે આ અંગે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું..
