કોરોના સંક્રમણ વધતા ઘણા દેશોએ ફરી લગાવ્યો પ્રતિબંધ
Live TV
-
કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે અનેક દેશોએ ફરી પ્રતિબંધ લગાવ્યો છે...બુલ્ગારિયાની સરહદ થઇને યૂનાન જનારા તમામ મુસાફરોએ કોવિડ-19 તપાસ રિપોર્ટ સાથે રાખવો જરૂરી રહેશે..જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ મંજૂરી આપવામાં આવશે...ઓસ્ટ્રેલિયામાં મેલબર્નના નાગરિકોને લૉકડાઉનના નિયમોનું પાલન કરવા અથવા આકરા પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવાયું છે...સર્બિયામાં 10થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે...હોંગકોંગમાં સાંજે 6 વાગ્યા પછી રેસ્ટોરન્ટમાં બેસવાની મંજૂરી નથી..તો ઇઝરાયલે એક અઠવાડિયું ફરી પ્રતિબંધ લગાવી દીધો..આ ઉપરાંત કાર્યક્રામ, લાઇવ શૉ, બાર, ક્લબોને બંધ કરી દેવામાં આવી છે...આફ્રિકાના સૌથી વિકસિત દેશ દક્ષિણ આફ્રિકામાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે તો રાત્રિ દરમિયાન કર્ફ્યુ લાગુ કરી દેવાયું છે...
