Skip to main content
Settings Settings for Dark

US અને તાલિબાનોની સંધીના ઠરાવને રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ આપી બહાલી

Live TV

X
  • અમેરિકા અને અફઘાનિસ્તાનના તાલીબાનો વચ્ચેની તાજેતરની સંધીના અમેરિકાના ઠરાવને રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ સર્વાનુમતે બહાલી આપી છે. ગઇ ર૯મી તારીખે તાલીબાનો સાથે થયેલી આ સમજુતી અનુસાર અમેરિકાએ તેના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી લેવાનું શરૂ કરી દીધુ છે. 

    સલામતી સમિતિએ શાંતિ પ્રક્રિયામાં આગળ વધવાનો અફઘાન સરકારને અનુરોધ પણ કર્યો છે. તેમાં અફઘાનિસ્તાનના રાજકીય અને નાગરિક સંગઠનના નેતાઓની મહિલા અગ્રણીઓ સહિતની સમિતિ સાથે બહુહેતુક અને સમાવેશી વાટાઘાટો દ્વારા અફઘાનિસ્તાનની આંતરિક બાબતોની ચર્ચામાં ભાગ લેવા સહિતની મંત્રણાઓનો પણ સમાવેશ થાય છે. 
    ગયા મહિને દોહામાં થયેલી આ સમજુતીની શરતો હેઠળ અમેરીકા તેનો આજ સુધીના સૌથી લાંબો સંઘર્ષનો અંત લાવવા આતુર છે. આ સમજૂતી અનુસાર તાલીબાનો જો યુધ્ધ વિરામની બાંહેધરીને વળગી રહે તો ૧૪ મહિનામાં તમામ વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચી લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply